Soya Pulav Recipe In Gujarati

nikblogsakti23
0
સોયા પુલાવ
Soya pulav / સોયા પુલાવ
સામગ્રી : રાંધેલો ભાત-1 કપ, સોયાબીન વડી-8થી 10, તેલ-1 ચમચો, જીરું-1 ચમચી, તમાલપત્ર-1 નંગ, લવિંગ-2 નંગ, તજ-નાનો ટૂકડો, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું ટામેટું-1 નંગ, સમારેલું કેપ્સિકમ, પા કપ, સમારેલાં ગાજર-પા કપ, સમારેલી કોબીજ-અડધો કપ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, કોથમીર-ગાર્નિશ માટે

રીત : સોયાબીન વડીને ગરમ પાણીમાં બાફી લેવી. કડાઈમાં તેલ ગરમ કરી જીરું, બધા ખડા મસાલા અને ડુંગળી નાખી સાંતળો. ડુંગળી સંતળાય એટલે ટામેટાં, કેપ્સિકમ, ગાજર, કોબીજ અને લીલાં મરચાં ઉમેરો. ત્યારબાદ બાફેલી સોયાબીનની વડી, મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો મિકસ કરી 2 મિનિટ થવા દો. હવે રાંધેલો ભાત મિક્સ કરી એક મિનિટ ઢાંકીને થવા દો. સોયા ચંકસ પુલાવને સર્વિંગ ડિશમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી રાયતા સાથે સર્વ કરો.

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)