સોયા મંચુરિયન
સામગ્રી : સોચા ચંકસ-2 કપ, મેંદો-૩ ચમચી, ચોખાનો લોટ-
2 ચમચી, દહી-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલું લસણ-8થી 10 કળી, આદુંની છીણ-અડધી અડધી ચમચી, મરી પાઉડર- અડધી ચમચી, ટોમેટો સોસ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, સેઝવાન સોસ-1 ચમચી, લાંબા સમારેલા કેપ્સિકમ-1કપ, લાંબી સમારેલી ડુંગળી-1 કપ, કોર્નફ્લોર-2 ચમચી, તેલ-તળવા માટે
રીત : સોયા ચંક્સને પાણીમાં થોડું મીઠું ઉમેરી
બાફી લેવા. ત્યારબાદ કાણાવાળા વાસણમાં નિતારી હાથેથી દબાવીને વધારાનું પાણી કાઢી લેવું. હવે એક બાઉલમાં દહીં, ચોખાનો લોટ, મેંદાનો લોટ, મીઠું, મરી પાઉડર, લાલ મરચું પાઉડર મિક્સ કરો. બાફેલા સોયા ચંક્સને તેમાં સારી રીતે કોટ થાય એમ મિક્સ કરો. અડધો કલાક ઢાંકીને રહેવા દો ત્યારબાદ ગરમ તેલમાં તળી લો. હવે એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી સમારેલું લસણ અને આદુંની છીણ સાંતળો. ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ સાંતળો. સોયા સોસ, ટોમેટો સોસ, સેઝવાન સોસ અને જરૂર મુજબ મીઠું ઉમેરો. 1 વાડકીમાં થોડા પાણીમાં કોર્ન ફ્લોર મિક્સ કરી તેમાં રેડો છેલ્લે સોયા ચંક્સ મિક્સ કરી ગેસ બંધ કરી દો. હેલ્ધી મંચુરિયન બાળકોની સાથેસાથે મોટાંને પણ ભાવશે.
