Header Ads

Header ADS

ક્રિકેટનાં સુપર સ્ટાર એમએસ ધોની અને વિરાટ કોહલીની ટીમો વચ્ચે આઈપીએલ- 17ની ઓપનિંગ મેચ રમાશે

ક્રિકેટનાં સુપર સ્ટાર એમએસ ધોની અને વિરાટ કોહલીની ટીમો વચ્ચે આઈપીએલ-17ની ઓપનિંગ મેચ રમાશે

ચેન્નાઈના ચેપક મેદાન પર રાતે 8 વાગ્યાથી મેચ
CSK-vs-RCB-Predictions 
ચેન્નાઈ vs RCB Predictions 9

ચેન્નાઈમાં શુક્રવારે મેદાન પરથી રોમાંચક લીગનો પ્રારંભ થશે. છેલ્લાં એક દાયકાનાં ભારતીય ક્રિકેટનાં સુપર સ્ટાર એમએસ ધોની અને વિરાટ કોહલીની ટીમો વચ્ચે આઈપીએલ- 17ની ઓપનિંગ મેચ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ચેન્નાઈનાં ચેપક સ્ટેડિયમમાં રમાશે. એવું નથી કે, ધોની અને કોહલી પ્રથમવાર એકબીજાની સામે આઈપીએલ મુકાબલામાં ટકરાશે. પરંતુ ક્રિકેટ મેદાન પર આ લડાઈ એટલી દુર્લભ છે કે રોમાંચ હંમેશા રહે છે. આ કારણે જ મેદાન પરની તમામ ટિકિટ સોલ્ડ આઉટ છે. આ સાથે ટીવી અને ડિજીટલ પ્લેટફોર્મ પર કરોડો દર્શકો જોડાશે, આ સાથે જ રોમાંચક સિઝનનો પ્રારંભ થશે. ક્રિકેટની સૌથી મોટી લીગ વધુ એક સિઝન સાથે લોકોનું મનોરંજન કરવા તૈયાર છે


વેન્યૂ નોલેજ: ચેપક પર પ્રથમ બેટિંગ કરનાર ટીમનું પલડું ભારે

આઈપીએલની 17મી સિઝનનો પ્રારંભ ચેન્નાઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પર ચેન્નાઈ-બેંગલુરુનાં મુકાબલાથી થઈ રહ્યો છે. આ મેદાન પર ટૂર્નામેન્ટનાં ઈતિહાસમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ હંમેશા હાવી રહી છે. અહીં રમાયેલ કુલ 76 મુકાબલામાંથી 46 એટલે કે 61% મુકાબલા લક્ષ્યાંક આપનાર ટીમે જીતી છે. જ્યારે 30 મેચ રન ચેઝ કરનાર ટીમે જીતી છે.

* સરેરાશ રન રેટ 7.98 પ્રતિ ઓવર અને પ્રથમ બેટિંગ કરતા સરેરાશ સ્કોર 163.18નો છે. અન્ય મેદાનો કરતા ચેન્નાઈની પિચ ધીમી અને સ્પિન ફ્રેન્ડલી રહે છે.

જોકે હોમ ગ્રાઉન્ડની ધીમી પિચ છતાં ચેન્નાઈ સુપર કિંગ્સ અહીં 2010માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 246/5નો સ્કોર કરી ચૂકી છે. તે મેચમાં મુરલી વિજયે 127 રનની સદીની ઈનિંગ્સ રમી હતી. જે અત્યારસુધી અહીં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે.

ધોની આ સિઝનમા અગાઉ કરતા ફિટ છે. ગત વખતે તે ઈજા સાથે રમી રહ્યો હતો, પરંતુ આ વખતે મે તેને 2 કલાક સતત પિકલબૉલ (ટેનિસ, બેડમિન્ટનનું મિશ્રણ ગણાતી રમત) રમતા જોયો છે. આ ફેન્સ માટે રોમાંચક સિઝન રહેશે. 
• ઈરફાન પઠાણ પૂર્વ ભારતીય ક્રિકેટર

ચેન્નાઈએ સૌથી વધુ જીત આરસીબી વિરુદ્ધ

10 RCB

20 ચેન્નાઈ જીતી

ચેન્નાઈ-RCBનાં મુકાબલામાં અત્યારસુધી ચેન્નાઈ હાવી રહી છે. બંને ટીમ વચ્ચે કુલ 31 મુકાબલા રમાયા છે.

રેકોર્ડમાં ગત 5 માંથી 4 મુકાબલા ચેન્નાઈનાં નામે રહ્યાં છે.

→ એક મેચનું પરિણામ નથી આવ્યું.



10 કેપ્ટનની સેલેરી કુલ 124 કરોડ, 8 ભારતીય આ વખતે આઈપીએલની 10 ટીમમાંથી 8 નાં કેપ્ટન ભારતીય છે. તેમાંથી 2 ને " પ્રથમવાર કેપ્ટન્સી મળી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડ અને ગુજરાત ટાઈટન્સનાં શુભમન ગિલ પ્રથમવાર આઈપીએલમાં કેપ્ટન્સી કરશે. માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન વિદેશી છે. આરસીબીએ પ્લેસિસ (દ.આફ્રિકા) પર વિશ્વાસ યથાવત્ રાખ્યો છે. જ્યારે હૈદરાબાદે માર્કરમને હટાવી ઓસ્ટ્રેલિયાનાં કમિન્સને જવાબદારી આપી. આ તમામ 10 કેપ્ટનની સેલેરી કુલ 124 કરોડ છે.

ડેથ મૉન્સ્ટરઃ અંતિમ ઓવર્સમાં સૌથી વધુ રના ધોનીનાં નામે, IPLમાં સૌથી વધુ મેચ પણ રમી

મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. તેણે કુલ 250 મેચ રમી છે, જે આઈપીએલમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ધોનીને આઈપીએલનો ડેથ મૉન્સ્ટર કહેવાય છે. ધોનીએ આઈપીએલમાં ડેથ ઓવર્સમાં સૌથી વધુ 2632 રન કર્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 187.33 નો રહ્યો છે. બીજા સ્થાને રહેલ કેરોન પોલાર્ડ (1708) ધોનીથી લગભગ 1000 રન પાછળ છે. ડેથ ઓવર્સમાં સૌથી વધુ 162 છગ્ગા પણ ધોનીનાં નામે છે.


कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.